Friday, December 24, 2010

મહાભારતનાં પાત્રોની પીડા..


જે કરવાનાં હતાં જ નહી એ કામ કર્યાની આ પીડા  છે,
મોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની આ પીડા છે. - કૃષ્ણ

રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું,
ઈચ્છાને આધીન રહી, નહી મર્યાની આ પીડા છે. - ભીષ્મ

સમજણની નજરેયથી ના સમજે તો સમજી લેવાનું
પુત્રમોહમાં આંખોએ અંધાર વર્યાની આ પીડા છે. - ધૃતરાષ્ટ્ર

આંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન જ છેને
આમ જુઓ તો હકીકતોથી રોજ ડર્યાની આ પીડા છે. - ગાંધારી

નહીંતર એવી કંઈ મા છે જે વ્હાલ નદીમાં તરતું મૂકે ?
કુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની આ પીડા છે. - કુંતી

નથી જાણતા એમ નથી પણ કોઈ પૂછે તો જ એ બોલે છે,
જીવન બીજું કશું નથી,  બસ ભેદ ભર્યાની આ પીડા છે. - સહદેવ

ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો નીકળ્યાં,
હોય અંધના અંધ, એટલા વેણ ઝર્યાની આ પીડા છે. - દ્રૌપદી

સો સો હાથીનું બળ પણ લાચાર બની ચિત્કારી ઉઠ્યું,
વચનોનાં લાગેલ મારની કળ, ના ઉતર્યાની પીડા છે. - ભીમ

કવચ અને કુંડળની સાથે, જીવ ઉતરડી પણ આપું કે ?
હોવું એ તો અકસ્માત છે, તેનું તેજ ખર્યાની આ પીડા છે. - કર્ણ

તાકેલો નિશ્ચય ધ્રૂજે તો, એને તો કહેવું જ પડેને,
હા અથવા ના ની વચ્ચોવચ, આમ ફર્યાની આ પીડા છે. - અર્જુન

અંગૂઠો ખોયાનો અમને રંજ હજુયે છે જ નહિં બસ
ખોટી મૂરત સામે સાચા થઈ ઊભર્યાની આ પીડા છે. - એકલવ્ય

છેક સાતમા કોઠામાં, ઘેરાયેલા સાહસને લાગ્યું,
માના કોખમાંથી હોંકારા, ઉચર્યાની આ પીડા છે. - અભિમન્યુ

મૃત્યુ સામે કપટ હારતુ, લાગ્યું ત્યારે સમજાયેલું,
કેવળ પાસામાં જ અમારો, જીવ ઠર્યાની આ પીડા છે. - શકુનિ

'નરો વા  કુંજરો વા' ની વચ્ચે ભાંગી પડતી એ પળ બોલી
વિદ્યા વેચી વેચી સામે-પાર, તર્યાની આ પીડા છે. - દ્રોણ

થાકી હારી આંસુના તળિયે, બેઠા ત્યાં તો સંભળાયું,
ધર્મ જાણવા છતાં અધર્મે, રહી ઉછર્યાની આ પીડા છે. - દુર્યોધન

અંતહીન અંધારે મારગ, ઘુવડની  જેમ ભટકવું એ તો,
અર્ધા જીવતા રાખી અર્ધા, પ્રાણ હર્યાની આ પીડા છે. - અશ્વત્થામા

ક્યાં છે, ને કેવું છે, એ હું સમજાવું પણ કેવી રીતે ?
સત્ય એટલે મુટ્ટીમાંથી રેત સર્યાની આ પીડા છે. - યુધિષ્ઠિ

મહાકવિ તો કહેવાયા પણ સાચું કહું આ વ્યથા-કથામાં,
ઓતપ્રોત થઈ ઊંડે ને ઊંડે વિચર્યાની આ પીડા છે. - વેદવ્યાસ

*********

Monday, December 20, 2010

રંગ ટપકાં




નજર પહોચે તેટલે દૂર સુધી જાઓ.
જ્યારે તમે ત્યાં પહોચી જશો,
ત્યારે તમારી નજર વધુ દૂર પહોંચાડી શકશો. જે. પી.મોર્ગન.
~~~
હો તમારે શાંતિ જોઈતી હોય તો સ્વર્ગમાં જાઓ,
અને સથવારો જોઈતો હોય તો નર્કમાં. માર્ક ટ્વેઇન
~~~
દરેક વ્યક્તિએ લગ્ન તો કરવાજ જોઈએ.
જેને પ્રેમાળ પત્ની મળશે તે ખુશ રહેશ,
જેને કર્કશા પત્ની મળશે તો ફિલસૂફ બનશે. સોક્રેટીસ
~~~
જો તમને તમારા દોસ્તની ટીકા કરતા દુઃખ થતું હોય
તો તેમ કરવામાં વાંધો નથી.
પણ તેમ કરતાં જરા સરખો પણ આનંદ અનુભવો
તો તે જ ક્ષણે અટકી જજો. એલીસ મિલર
~~~
ગુસ્સો એક એવો તેજાબ છે, જે તેને જેના પર રેડવામાં આવે છે
તેના કરતાં વધુ નુકસાન તે જેમાં ભરેઓ હોય છે તે વાસણને કરે છે. માર્ક ટ્વેઇન
~~~
ટીકાઓ સાથે કદાચ કાયમ સહમત નાં થવાય,
પણ તેને અવગણી યે નાં શકાય
ટીકાઓ આપણા શરીરમાં નાં દુખાવા જેવું કાર્ય કરે છે.
તે આપણામાં રહેલી માંદગીને ચીંધી બતાવે છે. વિન્સ્ટન ચર્ચિલ
~~~
બાળકો મોટા થઇ તમારા જેવા બનેતેવો પ્રયત્ન નાં કરશો..
ક્યાંક તેઓ ખરેખર જ તમારા જેવા નાં બની જાય.. રસેલ બેકર
~~~
શ્રદ્ધા એટલે પુરાવા વગરની માન્યતા નહી,
શ્રદ્ધા એટલે એકપણ શંકા કે અપવાદ વિનાનો વિશ્વાસ એલ્ટન ટુબ્લડ
~~~
આપણે કઈ તરફ જઈશું તેનો આધાર પવનની દિશા પર નહી,
શઢની ગોઠવણી પર છે. જોર્જ વોશિંગટન
~~~

નજર પહોચે તેટલે દૂર સુધી જાઓ.
જ્યારે તમે ત્યાં પહોચી જશો,
ત્યારે તમારી નજર વધુ દૂર પહોંચાડી શકશો. જે.પી.મોર્ગન.
~~~
હો તમારે શાંતિ જોઈતી હોય તો સ્વર્ગમાં જાઓ,
અને સથવારો જોઈતો હોય તો નર્કમાં. માર્ક ટ્વેઇન
~~~
દરેક વ્યક્તિએ લગ્ન તો કરવાજ જોઈએ.
જેને પ્રેમાળ પત્ની મળશે તે ખુશ રહેશ,
જેને કર્કશા પત્ની મળશે તો ફિલસૂફ બનશે. સોક્રેટીસ
~~~
જો તમને તમારા દોસ્તની ટીકા કરતા દુઃખ થતું હોય
તો તેમ કરવામાં વાંધો નથી.
પણ તેમ કરતાં જરા સરખો પણ આનંદ અનુભવો
તો તે જ ક્ષણે અટકી જજો. એલીસ મિલર
~~~
ગુસ્સો એક એવો તેજાબ છે જે, તેને જેના પર રેડવામાં આવે છે
તેના કરતાં વધુ નુકસાન, તે જેમાં ભરેલો હોય છે,
તે વાસણને કરે છે. માર્ક ટ્વેઇન
~~~~