Sunday, January 2, 2011

NRI ની વ્યથા

'internetcornerguj.blogspot.com' પાસેથી સાભાર....

અમેરિકામાં વસતાં એક એન.આર.આઈ.એ [ બિનનિવાસી ભારતીયે ] પ્રથમ કાવ્ય લખ્યું છે.
તેના અનુસંધાનમાં બીજા એક એન.આર.આઈ એ તેના બીજા કાવ્ય દ્વારા સરસ જવાબ પણ પાછો વાળ્યો છે.


મારું હીત નથી

એવુંય નથી કે, વતન માટે મને પ્રિત નથી
હુ એય જાણું છુ કે, અમેરીકા રહેવામા મારું હીત નથી
ઇચ્છા થાય છે અમેરીકાના અનુભવો લખું તમને
શું લખું?  અહિં સંસ્કાર કે સંસ્કૃતિ સંકલિત નથી.
ઘણો થાય છે મને, વતન છોડ્યાનો અફ્સોસ
હવે,છોડીને હિમાલય, 'સ્નો'ના ઢગલા મેળવવામા કાંઈ જીત નથી.
અમેરીકન રેપ સોંગ સાંભળીને કાનને એંઠા કરવાના
અહિં નરસિંહ અને મીરાના પ્રભાતિયા કે ભજન સંગીત નથી.
સંતાનોના ઉછેરીકરણનો પણ અહીંયા હોય છે હિસાબ-કિતાબ
અહિં ભરતીય માબાપ જેવુ ઉદાર ગણિત નથી
બદલાતી ફેશનના અહિં હોય છે નિત્ય નવા નખરા
સ્ત્રીના બાહ્ય સૌદર્ય જેટલુ આંતરિક સૌદર્ય, ચકચકિત નથી.
પ્રેમ , વિશ્વાસ અને અનુકૂલન આધારિત સંબંધો નથી
ઇન્ડીયન કલ્ચર જેવુ લગ્નજીવન અહિં વ્યવસ્થિત નથી
દુઃખી થવાની ઘણીજ રીતો હશે દુનિયામાં, હે પ્રભુ !
મનને મારીને જીવ્યા કરવુ, એ સારી રીત નથી...

N R I ની વ્યથાનો બીજા NRI એ આપેલો જવાબ


મગરનાં આંસુ !
જે દેશનો રોટલો ખાવો, તેને ગાળો ભાંડવી ઠીક નથી.
વતનને તરછોડી આવ્યા, હવે રોદડાં રડવા ઠીક નથી.
વિચિત્ર અને વિદેશી વસ્ત્ર-પરિધાન ગુજરાતમાં જોયા
પછી અમેરિકાની સંસ્કૃતિની વાતો કરવી ઠીક નથી.
શાળા કોલેજોમાં, જયાં ઘણી વખત વિદ્યાર્થીનીઓ સેઇફ નથી,
ત્યાં રોજે સંસ્કૃતિના બણગાં ફૂંકવા ઠીક નથી.
બોલિવુડના બિભત્સ નૃત્યોને રોજ ટીવી પર જોયા પછી,
મનમાં ગમતી, અમેરિકાની ફેશન વખોડવી ઠીક નથી.
જયાં ઘરડાં-ઘર નીત નવા બંધાતા હોય,
ત્યાં માબાપની સેવા કરતાં શ્રવણોની વાતો ઠીક નથી.
મહારાજો, બાબાઓ, લાલુઓ, ઠાકરેઓ અને ‘ભાઇ’ઓનો.
દેશ છોડી આવ્યા પછી હવે ઓબામાને ગાળો દેવી ઠીક નથી.
જે માને તમે તરછોડીને આવ્યા છો તે હજુ ત્યાં જ છે.
પાછા પહોંચી જાવ, કોઇ રોકે નહી, મગરના આ આંસુ ઠીક નથી.


ઓચિંતું કોઈ મને રસ્તે મળે...


 
ઓચિંતું કોઈ મને રસ્તે મળે
ને પૂછે અમસ્તું કે, ‘કેમ છે?’
આપણે તો કહીએ કે, ‘દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે.

આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી

વધઘટનો હિસાબ તો કાંઠાઓ રાખે
સમંદરને પરવા નથી હોતી

સૂરજ તો ઉગે ને આથમી’યે જાય
મારી ઉપર આકાશ હેમખેમ છે
ને ઉપરથી કુદરતની ની રહેમ છે..
~~~

લાવ, જરા હું શબ્દો ખોળું...

લાવ, જરા હું શબ્દો ખોળું
જીવનનો જરાક હું આનંદ ચોરુ

કોરા કાગળ જેવી છે આ જીન્દગી તો
એમાં હું અમૃત-શબ્દો ઘોળું

છો, દૂર ભલે અત્યારે મારાથી
કરી દઉં શબ્દોથી સમીપ તને
પછી હું આનંદને વ્હોરું

રચાયો છે અબોલાનો કિલ્લો અહીં
કેમ, ના તેને હું શબ્દોથી તોડું ?

મારું ચોટ એવી, દિલપર તારા
પહેરાવી શબ્દોનું મહોરું

રચું છુ શબ્દોની સરિતા અહીં
લઇ જાઉં તને પેલે પાર
પણ પહેલા જરા.. હસો જોઉં થોડું..!

છે ‘પ્રેમ’ શબ્દ અહીં અટુલો
આપે જો મંજૂરી તો એને
હું તારા નામની સાથે જોડું

લાવ, જરા હું શબ્દો ખોળું....

તારો આજે SMS મળ્યો..સુરેશ દલાલ

તારો આજે SMS મળ્યો
જાણે ગોળ ખાઈને સૂરજ ઉગ્યો
એમ દિવસ, મને લાગ્યો ગળ્યો

લાવ્યું ઇન-બોક્ષ, મારી સમક્ષ 
ફરી વ્હાલ ભર્યો અવસર
થાય કે પહેલા વાંચી લઉં,
 કે છાંટુ પહેલા, એ પર અત્તર
વ્રુક્ષોને ફળ આવે એવો
મોબાઈલ મારો ફળ્યો

રસ ભરેલા ફોન ની
વચ્ચે અટવાણી મારી જાત
‘લે મને પી જા, હે ફોન મારા !
પછી માંડજે વાત'
મારો જીવ જ મને મૂકીને
અક્ષરમાં જઈ ભાળ્યો

એક એક શબ્દની આંખો,
જાણે અજવાળાથી છલકે
તારા અક્ષર, તારા જેવું
 મીઠું મીઠું મલકે
મારો સૂરજ પશ્ચિમ બદલે
તારી બાજુ ઢળ્યો

તારો આજે SMS મળ્યો...


(' તારો આજે કાગળ  મળ્યો.....' ની સુધારેલી આવૃત્તિ)

સમજણની શેરીએથી...

રજવાડી સફામાં રાજા મહારાજા છીએ અમે
તલવારથી રમતા યોદ્ધ છીએ અમે
યુદ્ધભૂમીના વીર યોદ્ધા છીએ અમે
ગર્વથી કહીએ છીએ કે
વિશ્વાસના ધણી લોહાણા છીએ અમે.
-------------------------------------

પેનથી નહી પણ પ્રેમથી..
મુખથી નહી પણ મનથી
અક્ષરથી નહી પણ અંતરથી
ને શબ્દોથી નહી પણ સ્નેહથી
કહું છુ.. ‘સાલ-મુબારક’
-------------------------------------

ઉજળી છે પાઘડી, ઉજળું છે મન
ને હૈયે મલકની હામ
લોહાણા જ્ઞાતિ ને દીપાવી,
કરી પરોપકારી કામ
ભાંગ્યાનો ભેરુ, દુ:ખિયા નો બેલી
મુખમાં બસ રામનું નામ
ચાલો આજે એને સમરિયે
બોલો જય જય જય જલારામ
-------------------------------------

શસ્ત્રોથી મેળવેલો વિજય ઇતિહાસમાં સ્થાન અપાવશે
શાસ્ત્રોથી થી મેળવેલો વિજય લોક-હૃદયમાં સ્થાન અપાવશે
પ્રેમ અને કરુણાથી મેળવેલો વિજય શાશ્વત છે.
ચાલો, આજે જલારામ જયંતીનાં પુનીત પર્વે,
હારીને હોંશે હોંશે હસ્તાક્ષર કરવાનું મન થાય
તેવા કાર્યો કરીએ..
પ્રભુ પ્રસન્ન થઈ, પોતાનો હાથ ઉચો કરીને
અવશ્ય કહેશે...’વત્સ તથાસ્તુ..હું તારો છુ’
હરી ઓમ....

પ્રેમની સુવાસ

વાયદો છે મારો કે બહુ સતાવીશ
ક્યારેક હકીકત તો ક્યારેક સપનામાં આવીશ
દોસ્તી કરીશ કંઇક, હું એવી રીતે કે
હશે લાખો ચહેરાં પણ, યાદ તો હુંજ આવીશ
-------------------------------------

મારું સઘળુંયે ધ્યાન લઇ બેઠા
જાણે કે ઈશ્વરનું સ્થાન લઇ બેઠા
એમણે તો માત્ર દીધું’તુ સરનામું
અને અમે તો ત્યાં એક
મકાન લઇ બેઠા
-------------------------------------

એના બધા સપના, મારા હતા ક્યારેક
આજે તો તેની યાદ પણ, પરાઈ લાગે છે
મરતો હતો તેના પર હું
એ આશ્ચર્ય નથી, પણ
જીવું છુ તેના વગર, એ નવાઈ લાગે છે.
-------------------------------------

પ્રેમના બે શબ્દો કેવા સરસ લાગે છે
એકબીજાને જોવાની તરસ લાગે છે
પૂછી જોજો કોઈ ઘાયલ થયેલા પ્રેમીને
કે પ્રેમ ના ઘાવને રૂજાતા
કેટકેટલા વરસ લાગે છે.
-------------------------------------

અદ્રશ્ય રહીને મારા રુદનમાં હતા તમે
સામે મળ્યા તો આવી ગયા મારા સ્મિતમાં તમે
ઝુરવી ગયી જુદાઈ નાહક મને,
બાકી, ક્યારે નાં હતા કહો, મારા ચિત્તમાં તમે
---------------------------------------

 

ટૂંકા ટટ્ટુઓ



નમસ્કાર,
જીવતા હો, તો એક એસેમેસ મોકલજો
ઉપર ગયા હો, તો વરસાદ મોકલજો
સ્વર્ગમાં હો, તો અપ્સરા મોકલજો
અને
નરકમાં હો તો, કઈ નહિ કરતાં..
અમે સમજી જઈશું
-------------------------------------

એસએમએસ, તો એવું છે કે,
 શબ્દોની રમત છે
મન બહેલાવવાની
અનેરી આદત છે
હૈયું હોંકારો દે
બસ એજ દાનત છે
ને પ્રસંશા’યે પામીએ છીએ..
એમાં ક્યાં બેમત છે?
-------------------------------------

આંસુ વિનાના રુદન
સ્વાદ વિનાના ભોજન
ભાવ વિનાના ભજન
સ્નેહ વિનાના સ્વજન
મિત્ર વિનાનું જીવન
અને
એસેમેસ વિનાનો ફોન
વ્યર્થ છે.
-------------------------------------

કોડિયા જેવી આંખો,
ને ડાકણ જેવા વાળ
વાંદરી જેવું મોઢું
ને છક્કા જેવી ચાલ
એને જોયા પછી ખબર પડી કે
દોસ્ત, આ તો છે તારો માલ..
હી..હી..
-------------------------------------

શાયરી કરવી કઈ સસ્તી નથી
એની મોજ જેવી કોઈ મસ્તી નથી
કોઈ છોકરી તમારી સામે
જો  હસે નહી તો સમજવું કે
રોજ સવારે તે બ્રશ ઘસતી નથી
-------------------------------------

સરસ મજાની જીન્દગી કોને કહેવાય?
જમવામાં ગુજરાતી થાળી હોય
ખુબજ રૂપાળી કામવાળી હોય
પડોશણ પછી નખરાળી હોય
સુંદર એવી એક સાળી હોય
અને ઘરવાળી નો ઉપલો માળ
સાવ ખાલી હોય....
એય ને.. હાલો...હાલો....
-------------------------------------

 જીવનમાં શું લાવ્યા’તા ને શું લઇ જવાના
કાજુ જેવડું લાવ્યા’તા ને મરચા જેવડું લઇ જવાના
તો ‘મોજ’ કરો ને રોજ કરો
ગમતા લોકોને ફોરવર્ડ કરો
જય હો....
-------------------------------------
જેની પાછળ 'રુ' આવે તે બધા danger zone આવે.
જેમકે..
કુતરું
વાંદરું
દારૂ
અંધારું
સાસરું

અને સૌથી danger  એટલે..



બૈરું !