Showing posts with label કવિતા. Show all posts
Showing posts with label કવિતા. Show all posts

Saturday, February 12, 2011

માણસ જાણે મોબાઈલ થઈ ગયો..


માનવી જાણે પોતેજ 
મોબાઈલ આજે થઈ ગયો


જરૂર હોય બસ એટલીજ
લાગણીઓ રીચાર્જ કરતો
ખરે ટાણે ઝીરો બેલેન્સ
દેખાડતો એતો થઈ ગયો.

માનવી જાણે પોતેજ 
મોબાઈલ આજે થઈ ગયો


સામે કોણ છે એ જોઈને જ
સંબંધ રીસીવ કરતો
સ્વાર્થ ના ચશ્મા પહેરીને
લાગણીઓ સ્વિચ-ઓફ કરતો
એરટેલ જો આજે,

તો કાલે વોડાફોન
એમ લાભ જોઈ દોસ્તી
બદલતો કેવો થઇ ગયો
માનવી જાણે પોતેજ 
મોબાઈલ આજે થઈ ગયો


ફાયદા વગરના સંબંધોને
બીઝી-ટોન આપતા આપતા
પ્રેમ, સ્નેહ ને માયા માટે
નોટ-રેચેબલ રહેતા રહેતા
કુટુંબના કવરેજ એરિયાની 
બહારે આજે થઇ ગયો
માનવી જાણે પોતેજ 
મોબાઈલ આજે થઈ ગયો
~~~~~~~~~~~~~~~~~~~~

Sunday, January 16, 2011

सरफ़रोशी की तमन्ना...


सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है
देखना है ज़ोर कितना बाज़ू-ए-क़ातिल में है

(ऐ वतन,) करता नहीं क्यूँ दूसरी कुछ बातचीत,
देखता हूँ मैं जिसे वो चुप तेरी महफ़िल में है
ऐ शहीद-ए-मुल्क-ओ-मिल्लत, मैं तेरे ऊपर निसार,
अब तेरी हिम्मत का चरचा ग़ैर की महफ़िल में है
सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है

वक़्त आने पर बता देंगे तुझे, ए आसमान,
हम अभी से क्या बताएँ क्या हमारे दिल में है
खेँच कर लाई है सब को क़त्ल होने की उमीद,
आशिकों का आज जमघट कूचा-ए-क़ातिल में है
सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है

है लिए हथियार दुश्मन ताक में बैठा उधर,
और हम तैयार हैं सीना लिए अपना इधर.
ख़ून से खेलेंगे होली अगर वतन मुश्क़िल में है
सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है

हाथ, जिन में है जूनून, कटते नही तलवार से,
सर जो उठ जाते हैं, वो झुकते नहीं ललकार से
और भड़केगा वो शोला, जो हमारे दिल में है,
सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है


हम तो घर से निकले ही थे, बाँधकर सर पर कफ़न,
जाँ हथेली पर लिए, लो बढ चले हैं ये कदम
ज़िंदगी तो अपनी, मॆहमाँ मौत की महफ़िल में है
सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है


यूँ खड़ा मक़्तल में क़ातिल, कह रहा है बार-बार,
क्या तमन्ना-ए-शहादत भी किसी के दिल में है?
दिल में तूफ़ानों की टोली, और नसों में इन्कलाब,
होश दुश्मन के उड़ा देंगे, हमें रोको न आज
दूर रह पाए जो हमसे, दम कहाँ मंज़िल में है,
सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है

वो जिस्म भी क्या जिस्म है, जिसमे न हो ख़ून-ए-जुनून
क्या लड़े तूफ़ान से, जो कश्ती-ए-साहिल में है
सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है
देखना है ज़ोर कितना बाज़ू-ए-क़ातिल में...

રણની ધાક...


ઝાંઝવા તે આંખને રમવા અપાય કંઈ,
આવી તે હોય કંઈ મજાક...?
લીલેરા વન જાય ઓચિંતા સળગી
 અને રણની ફેલાઈ જાય ધાક


ઝાળઝાળ ફૂંકાતી લૂની તેજાબીથી
ફેફસામાં ભરવી બળતરા
કાન લગી આવીને સૂરજ જ્યાં વાત કરે
એવા તે હોય કંઈ અખતરા..?
ખોબો એક છાંયડાને તરસો તમે, ને
તો ય ચપટી મળે ના જરાક
લીલેરા વન જાય ઓચિંતા સળગી ને
રણની ફેલાઈ જાય ધાક...
 


 હોઠ પર ફરકે ના ક્યાંયથી પરબ
એવા પહેરાઓ લાગે તરસના
આયખામાં રણ એમ ઓગળતું જાય
ને રેતી વહે નસેનસમાં
મોસમની ઓળખાણ કેવી, વૈશાખના
વરસે જ્યાં ધોધમાર તાપ
લીલેરા વન જાય ઓચિંતા સળગી ને
રણની ફેલાઈ જાય ધાક...

Friday, January 14, 2011

પતંગની કટોકટી...


કટ્ટમ કટ્ટી કટોકટી
ઉંધી ચત્તી કટોકટી
રંગીલો સંસાર ગગનમાં,
રંગીલો સંસાર

કોઇ લાલ વાદળી પીળો
કોઇ શ્વેત કેસરી નીલો
કોઇ સ્થિર, કોઇ અસ્થિર
ને કોઇ હઠીલો..
પતંગનો પરિવાર જગતમાં,
પતંગનો પરિવાર

કોઇ ફસ્કી જાય, ને કોઇ રડે
કોઇ ચડે એવો પડે ને
કોઇ ગોથા ખાય કોઇ લડે..
પટ્ટાદાર, જાનદાર, મંગુદાર..
આંકેદાર.. ચોકડીદાર..
કાગળ જેવી કાયામાં પણ
માયાનો નહીં પાર

કોઇ કોઇને ખેંચી કાપે,
કોઇની ઢીલ કોઇને સંતાપે
કોઇ કપાતું આપોઆપે,
કોઇ કપાતું કોઇના પાપે
કોઇ પતંગ પંડે પટકાતો
ઊદ્દી, ખેંશિયો, પાવલો,
અડધિયો, પોણિયો, આખિયો,
રંગીન જન્મ-મરણની દુનિયાનો
કોઇ ન પામ્યું પાર
પતંગનો પરિવાર….

અવિનાશ વ્યાસ...

મકર સંક્રાતિના SMS


તલ અમે, અને ગોળ છો આપ
મીઠાઈ અમે, અને મીઠાશ છો આપ
વરસના પહેલા તહેવારથી કરીએ શરૂઆત
મુબારક હો આપણે મકર સંક્રાંત...

તલની તાકાત અને ગોળની મીઠાશ
ભરી ડે આપણા મનમાં વિશ્વાસ
માંજાની ધાર અને પતંગના રંગ
લઇ આવે તમારા જીવનમાં ઉમંગ
હેપ્પી મકર સંક્રાંત...


તલની ચીક્કીની મીઠાશ
તમારા જીવનમાં ફેલાય
આપની કીર્તિનો પતંગ
 ઉચે આકાશે જાય
આપણા સંબંધની દોર
કોઈ દી' ના કપાય
શુભેચ્છા સંક્રન્તની
તમ જીવનમાં સમાય...

તનમાં મસ્તી ને મનમાં ઉમંગ
ચાલો આકાશમાં ભરીયે રંગ
થઇ જઈયે સહુ સંગ સંગ
નભમાં જામશે રંગીલો જંગ
મળીને ઉડાડીએ ચાલો પતંગ
મનાવીએ સંક્રાંતિ તલ-સાંકળી સંગ...

છે પાંખ ભાગ્યમાં કિન્તુ ગગન નથી એથી
ખરી રહ્યા છે પીંછા ઉડ્ડયન નથી એથી
તમન્ના હોય છે, છતાં કંઇ જ થઇ નથી શકતું
પડી રહ્યા છે પતંગો, પવન નથી એથી...



 નિમંત્રણ:

પરમ કૃપાળુ પવન દેવની અસીમ કૃપાથી,
(શ્રીમતી સળીબેન તથા શ્રીમાન કાગળલાલના સુપુત્ર)
ચી. પતંગકુમાર
ના શુભ લગ્ન
ચી. દોરી

(શ્રીમતી ફીરકીબેન તથા શ્રીમાન માંજાલાલની સુપુત્રી)
 સાથે તા. ૧૪ જાન્યુઆરી ૨૦૧૧ ના રોજ નિર્ધાર્યા છે.

તો આ ખેચણીયા પ્રસંગે, ઉડણીયા દંપતીનો આનંદ લેવા,
લુંટણીયાઓ સાથે પધારી, ઘોંઘાટમાં વધારો કરશોજી

નોંધ: ગુંદરપટ્ટી પ્રથા બંધ છે.






Wednesday, January 12, 2011

એ હાથીનું શું થયું હશે ?

શંકર ભગવાને તેમના દીકરા
ગણેશ ને સજીવન કરવા
જે હાથીનું માથું કાપીને ચોટાડ્યું
તે હાથીનું શું થયું?

હાથીનું માથું પહેરીને પણ,
ગણેશ જો ગણેશ રહી શકે,
તો એ હાથીનું શરીર
એકાદા ઘોડાનું માથું પહેરીને
પોતાની જીન્દગી લંબાવી  ના શકે?

આ મન શંકરદાદાનું આ બેદરકાર વર્તન
સ્વીકારવા તૈયાર નથી.

તેથી જ ક્યારેક ગણેશનું ચિત્ર જોઉં છું
ત્યારે મગજમાં પેલા હાથીનું,
માથા વગરનું, કોહાતું જતું,
ગીધડાંના ચરકથી  છવાયેલું શબ
દેખાય છે.

પેલા હાથીનું માથું તો ગણેશ માટે વપરાયું
અને જુગજુગ સુધી જીવ્યું.
અરે...પણ એ તો મારી ગયો !

ને તેના ધણના બીજા હાથીઓને જયારે
તેનું શરીર મળ્યું હશે ત્યારે
તે બધા ઘેરો ઘાલી
તેની આસપાસ ફરી વળ્યા હશે,
ધીમા નિશ્વાસ નાખતા
ઝૂલ્યા હશે, જુર્યા હશે,

એ શબની આસપાસ તેમની સુંઢો
ઘડીકમાં વર્તુળની બહાર
તો ઘડીકમાં એ શબ તરફ
ઝુલાવતા ગોળ ગોળ ફર્યા હશે..

કોઈ કથામાં હાથીઓના વૃંદના
આ નૃત્યની વાત કદી કોઈ કરતુ નથી...

મને ચાકડે ખુબ ઘુમાવ્યો...



ભીની માટીનો લોંદો હું, મને ચાકડે ખુબ ઘુમાવ્યો
નીર છાંટી અને ઘાટ ઘડી, લઇ દોરી મુજને કાપ્યો

સીતાજી સમ મૂકી આગમાં, અંગારે ખુબ તપાવ્યો
પાવન થઇ બહાર આવ્યો, તો કોઈકે 'કોડિયું' કહી અપનાવ્યો.

કોઈકે વાટ મૂકી એક લાંબી અને તેલ પૂરી છલકાવ્યો
કોઈક રૂપાળા હાથે મુજને ઉંચે ગોખ ચડાવ્યો


સૂરજ ડૂબ્યો, તિમિર છવાયા, તો કોઈકે મુને ને પ્રગટાવ્યો,
કોઈની ખુશીમાં આજ મને, સાર જીવનનો સમજાયો

ખૂટ્યું તેલ ને વાટ ખૂટી, મારી મારી હામનો અંત ના આવ્યો
દૂર ના થયા ભલે અંધકાર જગતના, એક ગોખલો તો મેં ઉજાળ્યો

ભલે ચાકડે ખુબ ઘુમાવ્યો...


હમણાં'જ ભૂલ્યો તને...


હમણાં'જ ભૂલ્યો તને, એ દોસ્ત !
પણ ફરી યાદ આવે,
તો આવે'ય ખરી.
યાદમાં ફરિયાદ આંસુ લાવે,
તો લાવે'ય ખરી.

અંધારી હવામાં રોજ શોધું છું મધરાતે
કયાંક ખોવાયેલી નીંદર હાથ આવે,
તો આવે'ય ખરી.

રાતે તો સપના રોજ રોજ આવતા
હવે દિવસે દીવા-સ્વપ્ન સતાવે,
તો સતાવે'ય ખરી.

ના મોર, ના ટહુકા, ના વીજળી, ના વાદળ
તોય આ માગશરમાં, વર્ષા નયને આવે,
તો આવે'ય ખરી.

એકજ તારા અણસારને
સાચવું ક્યાં સુધી, મારા જીગર !
ઈચ્છા ફરી મળવાની થઇ આવે
તો થઇ આવે'ય ખરી.

હમણાં'જ ભૂલ્યો તને, એ દોસ્ત....

Sunday, January 9, 2011

છોકરો એન્જીનીઅર થઈ ગયો…


એક છોકરો એન્જીનીયર થઈ ગયો

ગઈકાલે બલદેવની ચા પીતો છોકરો
હવે ગ્રીન-ટી પીતો થઈ ગયો

ગઈકાલનો જીન્સટી શર્ટ પહેરતો છોકરો
આજે ફોર્મલ્સ પહેરતો થઈ ગયો

ગઈકાલનો છોકરી પાછળ ભાગતો છોકરો
આજે કસ્ટમર પાછળ દોડતો થઈ ગયો

રોજ કોલેજની કેન્ટીનમાં જલસાથી ખાતો'તો જે
આજે પથેટિક(Pathetic) ટીફીન ખાતો થઈ ગયો

ગઈકાલે હોન્ડા પર ફરતો'તો ને
આજે ટ્રેનમાં અપડાઉન કરતો થઈ ગયો….

અને તો'યે લોકો કે છે કે- વાહ,
તમારો દીકરો તો એન્જીનીયર થઈ ગયો…!”

Friday, January 7, 2011

એક પતિનું આશ્વાસન -છેલ્લે તો આપણે બે જ હોઈશું…


ભલે ઝગડીએક્રોધ કરીએ,
એકબીજા પર તુટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા,
છેલ્લે તો આપણે  બે હોઈશું.
 
હું રીસાઈશ તો તું મનાવજે,
તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા,
છેલ્લે તો આપણે બે હોઈશું.
 
આંખો જયારે ઝાંખી થશે,
યાદશક્તી પણ પાંખી થશે,
એકબીજાનાં ચોકઠાંચશ્માં શોધવા
છેલ્લે તો આપણે બે હોઈશું.
 
ઘુંટણ જ્યારે દુઃખશે
કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એકબીજાના પગના નખ કાપવા,
છેલ્લે તો આપણે બે હોઈશું.
 
"મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે,
આઈ એમ ઓલરાઈટ,"
એમ કહીને, એકબીજાને છેતરવા,
છેલ્લે તો આપણે બે હોઈશું.
 
સાથ જ્યારે છુટી જશે,
વીદાયની ઘડી  આવી જશે,
ત્યારે, એકબીજાને માફ કરવા,
છેલ્લે તો આપણે બે હોઈશું.
~~~

Thursday, January 6, 2011

હરીભાઈ કોઠારીની ચિંતનકણિકાઓ (હાઇકુ સ્વરૂપે)


માનવ છત્રી
થતી કાગડો, છત્ર
પ્રભુનું સાચું

કોઈ જીતીને
હારે છે તો, કોઈની
જીત, હારમાં

હિસાબ કરો,
જેટલું મળ્યું હતું
એટલું જીવ્યા?

વાતવાતમાં
ફરે માનવી, પ્રભુ
બોલે તે કરે

છતમાં ભોગ
નો ભાવ, અછતમાં
સદા આનંદો

હું અને મારું
વિષે, માનવ ફસે
કાળ તો હસે

ગીતા કહેતી
યોગ સમાયો, કર્મ
કુશળતામાં

વિશ્વાસ હો તો
નરસિહ પ્રગટે
થાંભલામાં થી

અનુરાગમાં
ખટરાગ પેસે, તો
બસ આગ છે

કોઈનું સુખ
જોઈને, કોઈ બળે,
પાપમાં પડે

માનવ કેરી
શ્રદ્ધા તો, પથ્થરને
પીર બનાવે

ક્ષણ ક્ષણની
સમજાવે કિંમત,
તે જ શિક્ષણ

અમૃત પીએ
દેવ, મહાદેવ તો
ઝેર પચાવે

સંતના સંગે
કંઇક તો સમજો,
સૌને ગમશે


ભાવ શૂન્યતા
છાઈ બધે, ફરતા
માનવ યંત્રો

ધન્ય એ ઘડી,
માનવ યત્ને મળી,
પ્રભુ આંગળી

સ્વભાવ કેરું
ઓસડ, આ જગમાં
ક્યાંય મળે ના

 સનાતન છે
ભક્તિ, જ્ઞાન તો રોજ
બદલ્યા કરે

સુખ દુઃખ ના
આપે કોઈ, એ ફળ
તારા કર્મના

કસી જુએ સૌ
સોનાને, પિત્તળને
ના કોઈ ઘસે

પ્રભુ હાથથી
છૂટ્યો, તે જન ડૂબ્યો
નક્કી જાણજો

કુળ થકી શું?
કુંભ જન્મેલા મુનિ
સાગર પીએ

સાપ કરડે
એકવાર, દુર્જન
તો વારે વારે

શંકા ડાકણ
વસે જનમાનસ,
વિશ્વ જલાવે

મનમાં રામ,
ને મનમાં રાવણ,
રામને સીંચો

મન કારણ
બંધન તણું, મન
મોક્ષ અપાવે

વંટોળિયામાં
ઝાડ પડે, પહાડ
તો ના ડગતા

વરસાદમાં
પ્રભુ ઠાલવે, નિજ
વાત્સલ્ય જાણે

મન-હરણું
વન વન ભમતું
સૌરભ કાજે

જીવિકા આપે
કલા, વિદ્યા જીવન
શણગારતી

વાસના નડે,
આશ ના ફાળે, પ્રભુ
પ્રાર્થના કરો

પ્રારબ્ધ તો છે
રૂપરેખા, લેખ તો
લખવો પડે

આત્મ ઉદ્ધાર
આત્માથકી નીપજે,
તારો ગુરુ તું

છો અડે શિર
આભને, પગ ધારા
પર રાખવા

ઉડે ઘમંડે
તણખલું, મોતી તો
તળિયે વસે

ઝૂઠ, ના માને
સંતતિ-નીયમન
સર્જે અનેક

સત્ય પાળતું
બ્રહ્મચર્ય, સ્વયંમાં
પૂર્ણ સદાએ

માનવ યત્ન
કરે ત્યારે, ઉતરે
ઈશ્વરકૃપા

સુખદુઃખમાં
સમતા ધરવી, એ
સ્થિતપ્રજ્ઞતા

ખીલવે સંત,
માનવ જીવનમાં
સદા વસંત

કર્મ પોતાના
સદા નિજને નડે,
કોઈ શું કરે

શંકા મનમાં
હોય, તો જાણો લંકા
એ રાવણની

સુખ આરામ
આપે, તો જીવનને
દુઃખ કેળવે

જીવે જગમાં
કંઇક, જીવવાની
બસ ભ્રાંતિથી

ચક્ષુ તમને
ખાડો બતાવે, કર્મ
ઓળંગી શકે

મિત્ર કે શત્રુ
તું જ તારો સદાય,
જાતને ઓળખ

વસંત ઋતુ
ભેદ ખોલે, કાગડા
કોયલ તણો

પંકે પંકજ
નીપજે, વાસનાથી
કાં ન પ્રાર્થના?


લૈલા સુંદર
લાગે, મજનું તણી
તો હો નજર