Friday, January 7, 2011

એક પતિનું આશ્વાસન -છેલ્લે તો આપણે બે જ હોઈશું…


ભલે ઝગડીએ,  ક્રોધ કરીએ,
એકબીજા પર તુટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા,
છેલ્લે તો આપણે  બે જ હોઈશું.
 
હું રીસાઈશ તો તું મનાવજે,
તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું.
 
આંખો જયારે ઝાંખી થશે,
યાદશક્તી પણ પાંખી થશે,
એકબીજાનાં ચોકઠાં–ચશ્માં શોધવા
છેલ્લે તો આપણે બે જ હોઈશું.
 
ઘુંટણ જ્યારે દુઃખશે, 
કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એકબીજાના પગના નખ કાપવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું.
 
"મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે,
આઈ એમ ઓલરાઈટ,"
એમ કહીને, એકબીજાને છેતરવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું.
 
સાથ જ્યારે છુટી જશે,
વીદાયની ઘડી  આવી જશે,
ત્યારે, એકબીજાને માફ કરવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું.
~~~

No comments:

Post a Comment