Sunday, January 9, 2011

છોકરો એન્જીનીઅર થઈ ગયો…


એક છોકરો એન્જીનીયર થઈ ગયો…

ગઈકાલે બલદેવની ચા પીતો છોકરો
હવે ગ્રીન-ટી પીતો થઈ ગયો…

ગઈકાલનો જીન્સ– ટી શર્ટ પહેરતો છોકરો
આજે ફોર્મલ્સ પહેરતો થઈ ગયો…

ગઈકાલનો છોકરી પાછળ ભાગતો છોકરો
આજે કસ્ટમર પાછળ દોડતો થઈ ગયો…

રોજ કોલેજની કેન્ટીનમાં જલસાથી ખાતો'તો જે
આજે પથેટિક(Pathetic) ટીફીન ખાતો થઈ ગયો…

ગઈકાલે હોન્ડા પર ફરતો'તો ને
આજે ટ્રેનમાં અપડાઉન કરતો થઈ ગયો….

અને તો'યે લોકો કે છે કે- “વાહ,
તમારો દીકરો તો એન્જીનીયર થઈ ગયો…!”

No comments:

Post a Comment