Sunday, January 2, 2011

વીણેલા મોતી..


જિંદગીની વાસ્તવિકતા:
એમ સંબંધ નાં ટકે વિશ્વાસ વગર,
કીડીઓ પણ આવતી નથી મીઠી વાસ વગર
જગતમાં બનવું છે બધાને, રામ
પણ..
વનવાસ વગર !
~~~
 
મૃત્યુ અને મોક્ષમાં ફરક શું?
શ્વાસ ખૂટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય- તે મૃત્યુ
અને
ઈચ્છાઓ ખૂટી જાય તોયે શ્વાસ બાકી રહે તે મોક્ષ
ટૂંકમાં
મો   હ         નો
ક્ષ   ય
એટલેજ..
મોક્ષ
~~~

લાગે છે જેના દિલ પર, એ આંખોથી નથી રોતા
સ્વજનોના જે નથી થયા તે કોઈના નથી થતા
પોતાનાઓએ પછાડ્યા હોઈ જેને
એ કોઈ દી'  ઉભા નથી થતા
~~~

યુગોની ઓળખાણ પળમાં ડૂબી જાય છે
જેમ આકાશમાંથી તારા ખરી જાય છે
આપણે ગમે તેવા દાવ-પેચ કરીએ,
હુકમનું એક્કો તો કાયમ કુદરતજ ફેંકી જાય છે.
~~~

સફળતાને તમારો પરિચય દુનિયાને કરાવે છે
અને..
નિષ્ફળતા દુનિયાનો પરિચય તમને કરાવે છે..
~~~

એક સરસ સમજવા જેવી વાત...
પૈસા માટે પરસેવો પાડનારા
તો ઘણા મળશે
પર-સેવા માટે પરસેવો પાડનારા
તો જવલ્લે જ મળે છે.
~~~


લગ્ન જીવન હમેશા વિના-શકનું હોવું જોઈએ
શક લગ્નજીવન માટે વિનાશક બને છે,
અને વિના-શકનું લગ્ન જીવન સફળ બને છે.
~~~


જીવનમાં ખુશ રહેવા
માત્ર એક વાત ધ્યાનમાં રાખો
ઈશ્વર લાયકાતથી વધુ
સુખ, કોઈને આપતો નથી
તો
સહન-શક્તિથી વધુ
દુઃખ પણ કોઈને આપતો નથી.
~~~


સરળતાથી કઈ ના મળે તો દુઃખી ના થશો
મળશે બધું સરળતાથી તો કોશિષ શું કરશો ?
સપના બધા હકીકત ના થવા જોઈએ
થશે બધા હકીકત તો સપનાં શું જોશો ?
~~~


આ જીન્દગી એક ટુંકો પ્રવાસ છે
ઓછા સમયમાં વધુ જીવવાનો પ્રયાસ છે
સાચવવા જેવી ચીજ મનની મીઠાશ છે
ને, ભૂલવા જેવી ચીજ સંબંધોની કડવાશ છે.
~~~


સુખ હોય કે દુઃખ, પણ જીવવામાં મજા છે
કોઈકે દીધેલ દર્દને સહેવામાં મજા છે
અમારું ગણીત તો છે સૌથી નીરાળું
પામવા કરતાંયે જતું કરવામાં મજા છે.
~~~


ફૂલોની જેમ ફોરમ ફેલાવતા રહો
પવનની જેમ ખુશ્બુ રેલાવતા રહો
મળ્યું છે અમૂલ્ય માનવ જીવન તો
સદા હસતા રહો ને હસાવતા રહો
~~~


નૂતન વર્ષના શુભારંભના પાવન પર્વે
ચાલો આપણે એક નિર્ધાર કરીએ
કે
કોઈના સુખના નિમિત્ત તો બનીશું
પણ કોઈના સુખમાં ભાગીદાર નહીં બનીએ,
અને
કોઈના દુઃખમાં ભાગીદાર જરૂર થઈશું
પણ કોઈના દુઃખના કદીયે નિમિત્ત નહીં બનીએ
~~~

હોય ભલેને કડવું પણ સત્ય સહુ જાણે છે
કે અમૂલ્ય હોય છે જે, તેંને જ ખોવા પડે છે.
છે વિરુદ્ધ ભલે, વાસ્તવિકતા અને કલ્પના
પણ સાકાર કરવા માટે, સપના તો જોવા પડે છે.
~~~


No comments:

Post a Comment