Sunday, January 2, 2011

ઓચિંતું કોઈ મને રસ્તે મળે...


 
ઓચિંતું કોઈ મને રસ્તે મળે
ને પૂછે અમસ્તું કે, કેમ છે?
આપણે તો કહીએ કે, દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે.

આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી

વધઘટનો હિસાબ તો કાંઠાઓ રાખે
સમંદરને પરવા નથી હોતી

સૂરજ તો ઉગે ને આથમીયે જાય
મારી ઉપર આકાશ હેમખેમ છે
ને ઉપરથી કુદરતની ની રહેમ છે..
~~~

No comments:

Post a Comment