Wednesday, January 12, 2011

મને ચાકડે ખુબ ઘુમાવ્યો...



ભીની માટીનો લોંદો હું, મને ચાકડે ખુબ ઘુમાવ્યો
નીર છાંટી અને ઘાટ ઘડી, લઇ દોરી મુજને કાપ્યો

સીતાજી સમ મૂકી આગમાં, અંગારે ખુબ તપાવ્યો
પાવન થઇ બહાર આવ્યો, તો કોઈકે 'કોડિયું' કહી અપનાવ્યો.

કોઈકે વાટ મૂકી એક લાંબી અને તેલ પૂરી છલકાવ્યો
કોઈક રૂપાળા હાથે મુજને ઉંચે ગોખ ચડાવ્યો


સૂરજ ડૂબ્યો, તિમિર છવાયા, તો કોઈકે મુને ને પ્રગટાવ્યો,
કોઈની ખુશીમાં આજ મને, સાર જીવનનો સમજાયો

ખૂટ્યું તેલ ને વાટ ખૂટી, મારી મારી હામનો અંત ના આવ્યો
દૂર ના થયા ભલે અંધકાર જગતના, એક ગોખલો તો મેં ઉજાળ્યો

ભલે ચાકડે ખુબ ઘુમાવ્યો...


No comments:

Post a Comment