Friday, January 28, 2011

લાલો કહે માલાને…

વેળા કવેળા સમજે નહિ ને વગર વિચાર્યું બોલે
લાલો કહે માલાને તે તો તણખલાની તોલે

જ્યાં ત્યાં ધામો નાખી બેસે, વગર બોલાવ્યો બોલે
લાલો કહે માલાને તે તો તણખલાની તોલે

બધી વાતે ડાહ્યો ગણાવા ખૂબ મોણ ઘાલી બોલે
લાલો કહે માલાને તે તો તણખલાની  તોલે

મોટાં વાત કરતા હોય ત્યાં વચમાં જઈને  બોલે
લાલો કહે માલાને તે તો તણખલાની તોલે

વગર નોતરે જમવા જઈને સારું નરસું બોલે
લાલો કહે માલાને તે તો તણખલાની તોલે

કથા ચાલતી હોય ત્યાં જઈ પોતાનું ડહાપણ ડોળે
લાલો કહે માલાને તે તો તણખલાની તોલે

પડોશમાં જઈ ચીજો માગે ને રાંક જેવો થઈ બોલે
લાલો કહે માલાને તે તો તણખલાની તોલે

No comments:

Post a Comment