Wednesday, January 5, 2011

યાદોની હવા..



મનનાં મારા ઉપવનમાં, યાદોની હવા લહેરાય છે
તું નથી ત્યારે, ઓછપ તારી વર્તાય છે
દોડીને આવે છે તું, એવો ભાસ થાય છે

વિચારોના મૃગજળ, એ દોસ્ત, 
ફેલાઈ ગયા છે, આવા આભાસથી
નથી નદી, કે નથી દરિયો તોયે
વગર પાણીએ અહી વમળો રચાય છે.
મનનાં મારા ઉપવનમાં, યાદોની હવા લહેરાય છે
~~~

No comments:

Post a Comment