Wednesday, January 5, 2011

ચાલ, તને યાદ કરું..


ચાલ તને જરા યાદ કરું,
પાનખર પર હવે પ્રહાર કરું.

વીતેલી મધુર ક્ષણોના,
મસ્ત મજાના ગાન કરું
જે ક્ષણે મળેલી નજર,
તેને સલામ કરું

જે રસ્તે ટહેલ્યાતા આપણે,
તેની ધૂળમાં હું સ્નાન કરું
જે હવાએ ફેલાવી તારી ફોરમ,
તેને મારો પ્રાણ કહું

જે આંખે જોયેલ તને,
તેમાં અશ્રુનો વરસાદ કરું
મન-મેદાનમાં હું રોપું બીજ,
અને લાગણીઓની જાણે વાવણી કરું
પછી ભગ્ન હૃદયે તેની ઉદાસી લણું

વીતી ગયેલ ક્ષણો
છે રાખનો ઢગલો
મન મારું ચાહે,
તેને ધગધગતો અંગાર કરું
ચાલ તને જરા યાદ કરું
~~~

No comments:

Post a Comment