Friday, January 28, 2011

આજ ભાઈ અત્યારે..

હસતે મુખે રસ્તામાં વેર્યાં
ફૂલ ગુલાબ કેરાં નસીબે
નીચા નમી વીણીશું ક્યારે
આજ આજ ભાઈ અત્યારે

કોઈએ આપણું ભૂંડું કીધું
આંગણે આવી દુઃખ દીધું
માફ એને કરીશું ક્યારે
આજ આજ ભાઈ અત્યારે

ઉછીનું લઈ આબરુ રાખી
વેળા આવ્યે વિપદ ભાંગી
પાછું એ ધન દેવું ક્યારે
આજ આજ ભાઈ અત્યારે

સાચા સારા ઘણાં કરવા કામો
પળોજણમાંથી વખત ન પામો
તો પછી તે કામ કરવાં ક્યારે
અરે આજ આજ ભાઈ અત્યારે...

No comments:

Post a Comment