Sunday, January 2, 2011

NRI ની વ્યથા

'internetcornerguj.blogspot.com' પાસેથી સાભાર....

અમેરિકામાં વસતાં એક એન.આર.આઈ.એ [ બિનનિવાસી ભારતીયે ] પ્રથમ કાવ્ય લખ્યું છે.
તેના અનુસંધાનમાં બીજા એક એન.આર.આઈ એ તેના બીજા કાવ્ય દ્વારા સરસ જવાબ પણ પાછો વાળ્યો છે.


મારું હીત નથી

એવુંય નથી કે, વતન માટે મને પ્રિત નથી
હુ એય જાણું છુ કે, અમેરીકા રહેવામા મારું હીત નથી
ઇચ્છા થાય છે અમેરીકાના અનુભવો લખું તમને
શું લખું?  અહિં સંસ્કાર કે સંસ્કૃતિ સંકલિત નથી.
ઘણો થાય છે મને, વતન છોડ્યાનો અફ્સોસ
હવે,છોડીને હિમાલય, 'સ્નો'ના ઢગલા મેળવવામા કાંઈ જીત નથી.
અમેરીકન રેપ સોંગ સાંભળીને કાનને એંઠા કરવાના
અહિં નરસિંહ અને મીરાના પ્રભાતિયા કે ભજન સંગીત નથી.
સંતાનોના ઉછેરીકરણનો પણ અહીંયા હોય છે હિસાબ-કિતાબ
અહિં ભરતીય માબાપ જેવુ ઉદાર ગણિત નથી
બદલાતી ફેશનના અહિં હોય છે નિત્ય નવા નખરા
સ્ત્રીના બાહ્ય સૌદર્ય જેટલુ આંતરિક સૌદર્ય, ચકચકિત નથી.
પ્રેમ , વિશ્વાસ અને અનુકૂલન આધારિત સંબંધો નથી
ઇન્ડીયન કલ્ચર જેવુ લગ્નજીવન અહિં વ્યવસ્થિત નથી
દુઃખી થવાની ઘણીજ રીતો હશે દુનિયામાં, હે પ્રભુ !
મનને મારીને જીવ્યા કરવુ, એ સારી રીત નથી...

N R I ની વ્યથાનો બીજા NRI એ આપેલો જવાબ


મગરનાં આંસુ !
જે દેશનો રોટલો ખાવો, તેને ગાળો ભાંડવી ઠીક નથી.
વતનને તરછોડી આવ્યા, હવે રોદડાં રડવા ઠીક નથી.
વિચિત્ર અને વિદેશી વસ્ત્ર-પરિધાન ગુજરાતમાં જોયા
પછી અમેરિકાની સંસ્કૃતિની વાતો કરવી ઠીક નથી.
શાળા કોલેજોમાં, જયાં ઘણી વખત વિદ્યાર્થીનીઓ સેઇફ નથી,
ત્યાં રોજે સંસ્કૃતિના બણગાં ફૂંકવા ઠીક નથી.
બોલિવુડના બિભત્સ નૃત્યોને રોજ ટીવી પર જોયા પછી,
મનમાં ગમતી, અમેરિકાની ફેશન વખોડવી ઠીક નથી.
જયાં ઘરડાં-ઘર નીત નવા બંધાતા હોય,
ત્યાં માબાપની સેવા કરતાં શ્રવણોની વાતો ઠીક નથી.
મહારાજો, બાબાઓ, લાલુઓ, ઠાકરેઓ અને ભાઇઓનો.
દેશ છોડી આવ્યા પછી હવે ઓબામાને ગાળો દેવી ઠીક નથી.
જે માને તમે તરછોડીને આવ્યા છો તે હજુ ત્યાં જ છે.
પાછા પહોંચી જાવ, કોઇ રોકે નહી, મગરના આ આંસુ ઠીક નથી.


No comments:

Post a Comment