Sunday, January 2, 2011

સમજણની શેરીએથી...

રજવાડી સફામાં રાજા મહારાજા છીએ અમે
તલવારથી રમતા યોદ્ધ છીએ અમે
યુદ્ધભૂમીના વીર યોદ્ધા છીએ અમે
ગર્વથી કહીએ છીએ કે
વિશ્વાસના ધણી લોહાણા છીએ અમે.
-------------------------------------

પેનથી નહી પણ પ્રેમથી..
મુખથી નહી પણ મનથી
અક્ષરથી નહી પણ અંતરથી
ને શબ્દોથી નહી પણ સ્નેહથી
કહું છુ.. સાલ-મુબારક
-------------------------------------

ઉજળી છે પાઘડી, ઉજળું છે મન
ને હૈયે મલકની હામ
લોહાણા જ્ઞાતિ ને દીપાવી,
કરી પરોપકારી કામ
ભાંગ્યાનો ભેરુ, દુ:ખિયા નો બેલી
મુખમાં બસ રામનું નામ
ચાલો આજે એને સમરિયે
બોલો જય જય જય જલારામ
-------------------------------------

શસ્ત્રોથી મેળવેલો વિજય ઇતિહાસમાં સ્થાન અપાવશે
શાસ્ત્રોથી થી મેળવેલો વિજય લોક-હૃદયમાં સ્થાન અપાવશે
પ્રેમ અને કરુણાથી મેળવેલો વિજય શાશ્વત છે.
ચાલો, આજે જલારામ જયંતીનાં પુનીત પર્વે,
હારીને હોંશે હોંશે હસ્તાક્ષર કરવાનું મન થાય
તેવા કાર્યો કરીએ..
પ્રભુ પ્રસન્ન થઈ, પોતાનો હાથ ઉચો કરીને
અવશ્ય કહેશે...વત્સ તથાસ્તુ..હું તારો છુ
હરી ઓમ....

No comments:

Post a Comment