Wednesday, January 5, 2011

પ્રેમમાં પડ્યા...


ધંધો નથી ગમતો, નાં નોકરી ગમે છે
કે જ્યારથી અમોને એક છોકરી ગમે છે

એનો જ એક ચહેરો ઘૂમે છે મગજમાં
ઘર નથી ગમતું, નાં ઓશરી ગમે છે

જીન્સ, ટી-શર્ટ પહેરેલી બહેનપણીઓ વચ્ચે
સાદો પંજાબી ડ્રેસ અને ઓઢણી ગમે છે

પરવા નથી કે એમાં લખેલું શું છે
જેમાં રાખે ગુલાબ, એ ચોપડી ગમે છે

સખીઓની સાથ એ ખાય શિંગ ખારી
ને પછી, ફેંકે જે અદાથી, એ ફોતરી ગમે છે

ગ્રીટિંગ-કાર્ડો નું આ પ્રેમી કરે શું
એને તો લાલ-લીલી બસ, કંકોત્રી ગમે છે

કે જ્યારથી અમોને એક છોકરી ગમે છે
~~~

No comments:

Post a Comment