Wednesday, January 5, 2011

હવે ક્યાં મારી...


હવે ક્યાં મારી  ફિકર કરવાની ઉમર છે..
ગળે રૂમાલ બાંધીને, ફાંકડા ફરવાની ઉમર છે.

નાં આપું કેમ ઝૂકીને, સલામી સુંદરી ને ?
હવે તો, તીતલીના રંગો પર મરવાની ઉમર છે.

ઉડી રહ્યો છે ગુલાલ, શરણાઇયો વાગે છે લોહીમાં
જીવતરમાં મારા, નવું કઈક અવતરવાની ઉમર છે

હતી ભલે ક્યારેક, સંકેલાઈને રહેવાની ઉમર
છુટ્ટા મુકેલ શઢમાં હવે તો, ફરફરવાની ઉમર છે.

હવે તો હું યે ખુલ્લો થઇ ગયો છું, આભના જેવો,
હવે તો ખુલ્લી બાથમાં, પૃથ્વીને ભરવાની ઉમર છે.

હવે ક્યાં આપણી. ફિકર કરવાની ઉમર છે.....

No comments:

Post a Comment