Sunday, January 16, 2011

ધર્મનો ભેદભાવ...શૂન્ય પાલનપુરી

ધર્મોના ભેદભાવ પર રહો ના મુસ્તાક
કોઈને ચાલતું નથી કોઈ વિના,
સહુનું એકમેક વિના અટકે છે.

કોઈ કાબા હો કે મંદિર, છે ભેદ બસ સ્થાપત્યનો
પૂજ્ય થઇ જાય છે પત્થર,  અહી આસ્થા સહુને અડકે છે.

કોઈને નાત ખટકે છે, કોઈને જાત ખટકે છે,
અમને સંકુચિત દ્રષ્ટી તણો ઉત્પાત ખટકે છે.

નથી એ ધર્મના ટીલા, કલંકો છે મનુષ્યોના
વિરાટોના લલાટે અલ્પતાની ભાત ખટકે છે,

વિવિધ ફુલો છતાં,  હોતો નથી કંઈ ભેદ ઉપવન માં,
ફક્ત એક માનવી ને માનવી ની જાત ખટકે છે.!

-શૂન્ય પાલનપુરી.

No comments:

Post a Comment