Wednesday, January 12, 2011

એ હાથીનું શું થયું હશે ?

શંકર ભગવાને તેમના દીકરા
ગણેશ ને સજીવન કરવા
જે હાથીનું માથું કાપીને ચોટાડ્યું
તે હાથીનું શું થયું?

હાથીનું માથું પહેરીને પણ,
ગણેશ જો ગણેશ રહી શકે,
તો એ હાથીનું શરીર
એકાદા ઘોડાનું માથું પહેરીને
પોતાની જીન્દગી લંબાવી  ના શકે?

આ મન શંકરદાદાનું આ બેદરકાર વર્તન
સ્વીકારવા તૈયાર નથી.

તેથી જ ક્યારેક ગણેશનું ચિત્ર જોઉં છું
ત્યારે મગજમાં પેલા હાથીનું,
માથા વગરનું, કોહાતું જતું,
ગીધડાંના ચરકથી  છવાયેલું શબ
દેખાય છે.

પેલા હાથીનું માથું તો ગણેશ માટે વપરાયું
અને જુગજુગ સુધી જીવ્યું.
અરે...પણ એ તો મારી ગયો !

ને તેના ધણના બીજા હાથીઓને જયારે
તેનું શરીર મળ્યું હશે ત્યારે
તે બધા ઘેરો ઘાલી
તેની આસપાસ ફરી વળ્યા હશે,
ધીમા નિશ્વાસ નાખતા
ઝૂલ્યા હશે, જુર્યા હશે,

એ શબની આસપાસ તેમની સુંઢો
ઘડીકમાં વર્તુળની બહાર
તો ઘડીકમાં એ શબ તરફ
ઝુલાવતા ગોળ ગોળ ફર્યા હશે..

કોઈ કથામાં હાથીઓના વૃંદના
આ નૃત્યની વાત કદી કોઈ કરતુ નથી...

No comments:

Post a Comment